માર્ગ

"કેટલાક લોકો કુંડલિની સાથે કાર્ય કરવામાં ડર અનુભવે છે, પરંતુ કુંડલિની મહા યોગ અંગેના અનુભવી શિક્ષકના માર્ગદર્શન હેઠળ તેનો અભ્યાસ કરવો સંપૂર્ણપણે સુરક્ષિત છે."

યોગની એક રીત કુંડલિની મહા યોગ વિશે થોડી રજૂઆત અહીં કરીશું. કુંડલિની મહા યોગ એ પ્રાચીનકાળનું વિશ્વવ્યાપી વિજ્ઞાન છે જે હજારો વર્ષોની સાધના બાદ પૂર્ણ બન્યું છે. એ કોઈ ધર્મ નથી પરંતુ એક આધ્યાત્મિક અભ્યાસ છે જે મનની આંતરિક શાંતિ અને કોઈપણ માન્યતા કે ધર્મ સાથે સંકળાયેલા લોકોની ખુશીને ઉજાગર કરવાનું કાર્ય કરે છે.

કુંડલિની મહા યોગ એક ખૂબ જ સરળ સિદ્ધાંત ઉપર રચાયેલો છે : દરેક મનુષ્યમાં અલૌકિક શક્તિનો સ્રોત રહેલો હોય છે. આ અલૌકિક શક્તિ સંસ્કૃતમાં કુંડલિની તરીકે ઓળખાય છે. કુંડલિની બે રૂપમાં હોય છે : સુષુપ્ત અવસ્થામાં અને સક્રિય, જાગ્રત અથવા સભાન અવસ્થામાં. જ્યારે આ શક્તિ સુષુપ્ત અવસ્થામાં હોય છે ત્યારે વ્યક્તિ એક અપૂર્ણ અને અપરિપૂર્ણ જીવન જીવતો હોય છે. દરેક વ્યક્તિની બ્રહ્માંડ અંગેની સમજ મર્યાદિત હોય છે અને તે મર્યાદિત ક્ષમતા અંતર્ગત બધી વસ્તુઓ અંગેની સમજ અને અર્થ પણ મર્યાદિત હોય છે.

બીજી બાજુ, જ્યારે આ અલૌકિક શક્તિ જાગૃત અવસ્થામાં હોય છે ત્યારે આધ્યાત્મિક ઉત્ક્રાંતિના માર્ગ ઉપર વિકાસ ઝડપી થાય છે. આ અવસ્થાવાળી કોઈપણ વ્યક્તિ તેના શરીરના દરેક ભાગ અને મસ્તિષ્કની બધી શક્યતાઓને અનુભવી શકે છે, આંતરિક શાંતિને મેળવી શકે છે, તેનો સુમેળ અને એકીકરણ કરી શકે છે, અને વિવિધતામાં રહેલી એકતાના ઉદાત્ત સત્યના મૂળ સિદ્ધાંતને અનુભવી શકે છે – સત્ય એ છે કે બધા જીવો પરમાત્મા સાથે એક છે અને તે બધા પ્રેમ નામની અલૌકિક શક્તિથી બંધાયેલા છે. કુંડલિની મહા યોગનો હેતુ સુષુપ્ત અવસ્થામાં રહેલી આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનો અથવા જો તે જાગૃત હોય તો તેની પ્રવૃત્તિઓને વધુ ઝડપી બનાવવાનો છે. આમ, કુંડલિની મહા યોગ એ આધ્યાત્મિક વિકાસ માટેની સીધી પદ્ધતિ છે.

એક સક્ષમ યોગી તેની અલૌકિક શક્તિને જીજ્ઞાસુ સાધક(સ્ત્રી કે પુરુષ)માં દાખલ કરીને તે સાધકની કુંડલિની શક્તિને જાગૃત કરે છે. આ પ્રક્રિયા શક્તિપાત તરીકે ઓળખાય છે, જે સુષુપ્ત કુંડલિની શક્તિને જાગૃત કરે છે અને એક દીવો જે પહેલાંથી પ્રકાશમાન અને ઉદ્દીપ્ત છે તેના દ્વારા બીજો દીવો કરવા બરાબર છે. શક્તિને સંસ્કૃતમાં સામર્થ્ય અથવા કાર્યશક્તિ કહે છે અને પાતનો અર્થ થાય છે અર્પણ કરવું. આમ શક્તિપાતનો અર્થ થાય છે શક્તિનું શિષ્યમાં સંક્રમણ.

"શાંતિ, સુમેળ અને ભાઈચારો પ્રાપ્ત કરવા માટે શું અપર્યાપ્ત છે તે જાણવા માટે એ અનુભવવું ખૂબ જ જરૂરી છે કે સમગ્ર સૃષ્ટિ એ ભગવાનનું સર્જન છે. બધા જીવો એક છે અને તેઓ પ્રેમના સંતાનો છે."

એ બાબત સ્પષ્ટ છે કે આ યુગમાં શારીરિક સ્વાસ્થ્ય અને નીરોગી માનસિક સ્વાસ્થ્યની અવગણના ના થવી જોઈએ. ઘણાં ગંભીર રોગો આજે માનવજાત માટે ખતરારૂપ બન્યા છે, આપણું અશક્ત શરીર અને મસ્તિષ્ક આવા રોગો સામે જરૂરી રક્ષણ પૂરું પાડી શકતા નથી.

વૈજ્ઞાનિક અને અન્યરીતની આપણી ઉત્ક્રાંતિ સિવાય વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, જાતિઓ અને રાષ્ટ્રોમાં ડર, દ્વેષ, સુમેળનો અભાવ, ભરોસાનો અભાવ અને ભેદભાવ જોવા મળે છે. આના પરિણામે વિનાશકારી હથિયારો અને ગંભીર યુદ્ધની શક્યતાઓ વધુ પ્રમાણમાં વધે છે. આપણે બધા ઇચ્છીએ છીએ તેવી શાંતિ હજુ આપણને પ્રાપ્ત થઈ નથી. જે માટેનું મૂળભૂત કારણ વિજ્ઞાનના વ્યાપ્ત સ્તર સુધી શુદ્ધિ અને નૈતિકતા અંગેના આપણા આધ્યાત્મિક ગુણો વિકસિત થયા નથી.

આધ્યાત્મિક બાબતોના વિકાસમાં આપણે ઘણાં પાછળ છીએ. તેથી જ તો, શાંતિ, સુમેળ અને ભાઈચારો પ્રાપ્ત કરવા માટે શું અપર્યાપ્ત છે તે જાણવા માટે એ અનુભવવું ખૂબ જ જરૂરી છે કે સમગ્ર સૃષ્ટિ એ ભગવાનનું સર્જન છે. બધા જીવો એક છે અને તેઓ પ્રેમના સંતાનો છે. આ કોઈ આદર્શની બૌદ્ધિક ક્ષમતાનું આકલન નથી પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે.

આપણાં દ્વારા અનુભવાતી બધી જ સમસ્યાઓનો એક જ ઉપાય છે અને તે છે આધ્યાત્મિક શક્તિનો અનુભવ અને તેનો વિકાસ. કુંડલિની મહા યોગ આવી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવા માટેનો એક પ્રમાણભૂત માર્ગ અને સાધન છે જે માનવજાતને તેની આધ્યાત્મિક શક્તિ વિકસાવવામાં મદદ કરે છે. તે શાંતિ, સમૃદ્ધિ, ભાઈચારા અને પ્રેમ માટેનો રસ્તો છે.

"આધ્યાત્મિક વિકાસ એ કુંડલિની જાગૃતિ અને કરોડરજ્જુના નીચલા સ્તરથી મસ્તિષ્કના કેન્દ્ર સુધીની તેની ઉપર તરફ જતી યાત્રાનું પરિણામ છે."

કુંડલિની એક અલૌકિક શક્તિ છે. આ શક્તિ વૈશ્વિક અને વ્યક્તિગત રૂપમાં બધા સર્જનને આવરે છે. આધ્યાત્મિક શક્તિના સર્જન દ્વારા પરમેશ્વરે બ્રહ્માંડનું સર્જન કર્યું. આ પ્રક્રિયાને એ રીતે સાંકળી શકાય છે જે રીતે આગના એક જ સ્રોતથી તણખાનું નિર્માણ થયું. કુંડલિની વ્યક્તિગત અભિવ્યક્તિ વૈશ્વિક કુંડલિની શક્તિના એક તણખા સમાન છે.

કુંડલિની રચનાનું આ વ્યક્તિગતરૂપ માનવીની રચના માટે કારણભૂત છે. માતાના ગર્ભમાં માનવશરીરની રચના વખતે સૌપ્રથમ પેટ, માથું અને મસ્તિષ્ક બને છે ત્યાર બાદ મજ્જામાંથી કરોડરજ્જુનું નિર્માણ થાય છે જે મસ્તિષ્ક સાથે સંકળાયેલ હોય છે, અને તે જ વખતે માનવશરીરના ધડનું નિર્માણ થાય છે. ત્યારબાદ હાથ અને પગનું બંધારણ થાય છે. મજ્જા કેન્દ્રની આ બધી ક્રિયાઓ સહસ્ત્રાર સાથે સંબંધિત છે. આ નિર્માણ પ્રક્રિયાનો પાયો છે.

કરોડરજ્જુમાં છ અલગ ચક્રો અને મજ્જા કેન્દ્ર આવેલા હોય છે. પ્રથમ ચક્ર મસ્તિષ્કના તળિયે આવેલું હોય છે જે આજ્ઞા ચક્ર કે આધ્યાત્મિક નેત્ર તરીકે ઓળખાય છે. સહસ્ત્રાર બાદ તરત જ આ ચક્ર આકાર લે છે. ત્યારબાદ બાકીના પાંચ ચક્રો કે જે પાંચ અલગ અલગ તત્ત્વોનું પ્રતિનિધિત્વ કરે છે તે આકાર લે છે. મૂલધાર ચક્ર જે કરોડરજ્જુની સૌથી નીચેના સ્તરે આવેલું છે મસ્તિષ્કથી સૌથી દૂર આવેલું છે તે ચક્ર આકાર લે છે. આ રીતે કુંડલિની મસ્તિષ્કના કેન્દ્રથી તેની રચના શરૂ કરે છે જેનો વિકાસ કરોડરજ્જુમાં ધીમે ધીમે નીચે તરફ થાય છે અને આખરે તેનું કાર્ય કરોડરજ્જુના નીચલા સ્તરથી નજીક પૂર્ણ થાય છે. તેનું કાર્ય સમાપ્ત થતા કુંડલિની શક્તિની સુષુપ્ત અવસ્થામાં ત્યાં જ નિવાસ કરે છે.

આધ્યાત્મિક વિકાસનો આધાર કરોડરજ્જુના નીચલા સ્તરેથી મસ્તિષ્ક કેન્દ્ર સુધીનો કુંડલિની શક્તિની યાત્રા પર આધાર રાખે છે. આ શક્તિ જેમ જેમ ઉપરની તરફ ગતિ કરે છે તેમ તેમ વ્યક્તિ આંતરિક રીતે વધુને વધુ આધ્યાત્મિક બનતો જાય છે અને તેનું જીવન વધારે અર્થ સભર બને છે. કુંડલિની શક્તિ જ્યારે તેની મસ્તિષ્ક સુધીની યાત્રા પૂર્ણ કરે છે ત્યારે માનવી મુક્તિ પ્રાપ્ત કરે છે અને તેની પોતાની સાચી ઓળખ મેળવે છે અને શાશ્વત આનંદનું નિર્માણ થાય છે. આમ કોઈપણ વ્યક્તિના આધ્યાત્મિક વિકાસનો આધાર કુંડલિની શક્તિની પ્રગતિ ઉપર રહેલો છે.

ઘણાં ધર્મો ભવભવના ફેરાની કલ્પનાને સ્વીકારે છે. દરેક ફેરામાં સર્જન, જાળવણી અને વિસર્જન રહેલું છે. જ્યારે એક ફેરાનો અંત આવે છે ત્યારે વ્યક્તિ મુક્તિ પ્રાપ્ત કરે છે. જેની કુંડલિની શક્તિ જાગૃત હોય તેવી વ્યક્તિઓએ મુક્તિ મેળવવા માટે આવા ફેરાની સમાપ્તિની રાહ જોવી પડતી નથી. આ એક જ સત્ય કુંડલિની મહા યોગની શક્તિની મહત્ત્વતા વિશે ઘણું બધું કહે છે. કુંડલિની શક્તિ જાગૃત ના થાય ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ થઈ શકતો નથી.

કુંડલિની શક્તિને જાગૃત કરવા માટે અન્ય બીજી ઘણી આધ્યાત્મિક શિસ્ત અને રીતો છે પણ તે તેની સાથે સીધી રીતે સંકળાયેલ નથી. તેમ છતાં, આવા કોઈપણ આધ્યાત્મિક અભ્યાસ દરમ્યાન કુંડલિની શક્તિ જાગૃત થઈ શકે છે. માટે જો આધ્યાત્મિક શિસ્ત સફળ થાય તો તેનો એક જ અર્થ છે કે કુંડલિની શક્તિ જાગૃત થઈ છે. અભ્યાસુ કદાચ જાણતાં નથી કે વિકાસ અને અનુભવો એ કુંડલિની શક્તિ જાગૃત કરવાના ભાગ રૂપે છે. આ સિવાય માનસિક કે નૈતિક તાલીમનું ધ્યેય સીધું કુંડલિની શક્તિ જાગૃત કરવા તરફ લઈ જાય છે. તેમછતાં, કંડલીની શક્તિ કાર્યરત રહે છે અને આત્મજ્ઞાનની શોધના સ્રોત પર પ્રકાશ પાડે છે.

શક્તિપાત દીક્ષા દ્વારા એકવાર કુંડલિની શક્તિ જાગૃત થયા બાદ કેટલીક ચોક્કસ પરિસ્થિતિ સિવાય તે સુષુપ્ત થતી નથી. કુંડલિની હંમેશા ઉપર તરફનો માર્ગ બનાવવાનો પ્રયત્ન કરે છે. આ શક્તિ અભ્યાસુને જરૂરી પ્રોત્સાહન અને રક્ષણ દ્વારા આધ્યાત્મિક માર્ગ ઉપર રાખવાનો પ્રયત્ન કરે છે.

"એકવખત કુંડલિની શક્તિ જાગૃત થયા બાદ અભ્યાસુને વિવિધ પ્રકારના અનુભવો થાય છે જેમકે વિદ્યુત અથવા રંગોનો ઝબકારો, આંતરિક ઘંટનાદનો અવાજ અથવા ધીમો ગણગણાટ, સ્વંયસ્ફૂરિત ઝણઝણાટ અથવા શરીરનું હલનચલન, પરમ માનસિક શાંતિ વગેરે જેવા ઘણાં અનુભવો થાય છે."

પરમેશ્વરની કૃપાથી, ધ્યાનની મદદથી કે આંતરિક ઉપાસનાની મદદથી, પ્રાણાયામથી હઠ યોગની કેટલીક ચોક્ક્સ મુદ્રાઓ, કે જે આસન તરીકે ઓળખાય છે તેના દ્વારા શ્વાસોશ્વાચ્છ્વાસની ક્રિયાને નિયંત્રિત કરી કુંડલિની શક્તિ જાગૃત કરી શકાય છે. શક્તિના રૂપાંતરણ માટેની બીજી મહત્ત્વની પદ્ધતિ છે શક્તિપાત. એક સમર્થ યોગી અભ્યાસુની કુંડલિની જાગૃત કરવા માટે શક્તિનું વહન કરવા માટેનું માધ્યમ બની શકે છે. સ્પર્શ, દૃષ્ટિ, મંત્ર અથવા સંકલ્પ આ ચારમાંથી કોઈ એક રીતે આ સાધ્ય બની શકે છે. યોગી અનુયાયીને સ્પર્શીને અથવા શારીરિક સ્પર્શ કરીને શક્તિનું રૂપાંતરણ કરી શકે છે અથવા અનુયાયી તરફ એકી નજરે જોઈને યોગીની આંખો દ્વારા શક્તિનું રૂપાંતરણ થઈ શકે છે. યોગી શક્તિ ધરાવતા મંત્રોનું ઉચ્ચારણ કરીને અથવા સંકલ્પ દ્વારા પ્રત્યક્ષ રીતે શક્તિનું વહન કરી શકે છે. એવા યોગીઓ કે જેમણે જીવન શક્તિ પર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે જેને સંસ્કૃતમાં પ્રાણ કહેવામાં આવે છે તેમના દ્વારા જ શક્તિપાતની પ્રક્રિયાનું અમલીકરણ થઈ શકે છે.

એકવખત કુંડલિની શક્તિ જાગૃત થયા બાદ અભ્યાસુને વિવિધ પ્રકારના અનુભવો થાય છે જેમકે વિદ્યુત અથવા રંગોનો ઝબકારો, આંતરિક ઘંટનાદનો અવાજ અથવા ધીમો ગણગણાટ, સ્વંયસ્ફૂરિત ઝણઝણાટ અથવા શરીરનું હલનચલન, પરમ માનસિક શાંતિ વગેરે જેવા ઘણાં અનુભવો થાય છે. દરેક વ્યક્તિના અનુભવો જુદા જુદા હોય છે. – દરેક માટે કોઈ ચોક્ક્સ પદ્ધતિ લાગુ પડતી નથી. એકવાર કુંડલિની જાગૃત થયા બાદ આ સત્ય દરેક અભ્યાસુ પોતાના અનુભવો દ્વારા જાણી શકે છે. જો આ સ્થિતિએ અભ્યાસુ આધ્યાત્મિક અભ્યાસ જેમકે ધ્યાન ચાલુ રાખે તો કુંડલિની કરોડના નીચલા સ્તરેથી ઉપર તરફની યાત્રા ચાલુ રાખે છે જ્યાં આ શક્તિ પહેલાં સુષુપ્ત અવસ્થામાં હતી.

કુંડલિની કરોડમાં ઉપર તરફની યાત્રા દરમ્યાન આ શક્તિ ક્રમશ: બધા ચક્રોને વીંધીને આખરે સહસ્ત્રાર સુધી પહોંચે છે. જ્યારે આવું બને છે ત્યારે અભ્યાસુ ગહન સમાધિની અવસ્થા પ્રાપ્ત કરે છે, જ્યાં તે પોતાની સાચી ઓળખ સમજે છે અને તેથી તે બધા પ્રકારની ગ્રંથિઓમાંથી મુક્ત થાય છે.

અભ્યાસુના આધ્યાત્મિક પ્રયત્નો દરમ્યાન ગુરુની મદદ મોટા પ્રમાણમાં છે. શક્તિપાતની દીક્ષા અભ્યાસુ અને ગુરુ વચ્ચે એક સૂક્ષ્મ સંબંધ બનાવે છે કે જે ગુરુને અભ્યાસુની કુંડલિની જાગૃત કરવા દરમ્યાન ઉદ્બવતાં અડચણો દૂર કરી નવી પ્રેરણા પૂરી પાડવાની પ્રેરણા આપે છે.

પરમેશ્વરની કૃપાથી અને મારા ગુરુ દ્વારા અપાયેલ શક્તિ અને સૂચનાની મદદથી હું ભારતમાં, અમેરિકામાં અને સમગ્ર વિશ્વમાં ઘણાં બધા લોકોને શક્તિપાત આપી શક્યો છું. તેમની કુંડલિની જાગૃત થઈ ચૂકી છે. તેઓ માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓ આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે.

"જ્યારે અભ્યાસુ મસ્તિષ્ક ઉપર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેઓ પરમ શાંતિ અને આનંદ અનુભવે છે. તેઓ અનુભવી શકે છે કે સમગ્ર વિશ્વ એ એક જ ભગવાનનું સર્જન છે."

ધ્યાન એ મનની બાહ્ય જાગૃતિને આંતરિક એકાગ્રતામાં પરિવર્તિત કરવા માટેનો અભ્યાસ છે. કુંડલિની મહા યોગના અભ્યાસમાં ધ્યાન એ આરામની પ્રક્રિયા કરતાં કંઈક વિશેષ છે. કુંડલિની શક્તિ પ્રતિરોધક શક્તિના આરોહણ દ્વારા મસ્તિષ્કની વારે વારે બદલાતા રહેવાની સ્થિતિને શાંત કરે છે. ધ્યાનના બધા પ્રકારોમાં, શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની રીત સૌથી સરળ છે અને આત્મ અનુભૂતિ માટેનો સીધો રસ્તો છે.

ધ્યાન સાથે પ્રાણાયામ જોડીને અભિલાષી મજ્જાતંત્રની વિવિધ શક્તિઓનું સંકલન સાધી તેને સંગઠિત કરી શકે છે. એક વખત આ ક્રિયા સિદ્ધહસ્ત થયા બાદ અભ્યાસુ જીવનને આધાર આપતા પ્રાણવાયુ ઉપર સરળતાથી કાબૂ મેળવી શકે છે જે તેને મસ્તિષ્ક ઉપર કાબૂ મેળવવા પ્રેરે છે. જ્યારે અભ્યાસુ મસ્તિષ્ક ઉપર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેઓ પરમ શાંતિ અને આનંદ અનુભવે છે. તેઓ અનુભવી શકે છે કે સમગ્ર વિશ્વ એ એક જ ભગવાનનું સર્જન છે. આવું જ્યારે મોટા પાયા પર થશે ત્યારે વિશ્વના તમામ દુ:ખોનો અંત આવશે અને વિશ્વમાં સમગ્ર જગ્યાએ પરમ શાંતિ અને સુખનો અનુભવ થશે.

"કુંડલિનીના એક ઉચ્ચ સ્તર ઉપર અભ્યાસુ શાંતિ અને મસ્તિષ્ક ઉપર કાબુ પ્રાપ્ત કરે છે, વધુ સર્જનાત્મક બની શકે છે અને પ્રકૃતિની તલસ્પર્શી સમજણ કેળવીને આંતરિક આનંદ અનુભવી શકે છે."

આત્મ અનુભૂતિ ધ્યાનમાં પ્રાપ્ત કરવા માટેની અંતિમ અને પરમ ઇચ્છનીય સ્થિતિ છે, અને જાગૃત કુંડલિની આ સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. તેમ છતાં, કુંડલિની જાગૃત હોય અને આધ્યાત્મિક વિકાસ ઉતાવળથી પ્રત્યક્ષ હોય ત્યારે તેની કોઈ બાંયધારી નથી કે આત્મ અનુભૂતિ આ જીવનના અંત સુધી પ્રાપ્ત થશે. આના પરિણામ રૂપે, કુંડલિની મહા યોગના પ્રારંભિક તબક્કે પ્રાપ્ત થતાં વાસ્તવિક લાભના સંપાદનની વિગતો અને આ શક્તિની ચેતના અને ઉપર તરફ લઈ જતી સ્થિતિ વિશેની જાણકારી મેળવવી ખૂબ જ અગત્યની છે.

જાગૃત કુંડલિની શરીર અને મસ્તિષ્કના શુદ્ધિકરણ પરની અસરો સામાન્ય છે. ઉદાહરણરૂપે, અભ્યાસુની તબિયતમાં અવારનવાર સુધારો થાય છે; અભ્યાસુ અવારનવાર પોતાની જાતને હળવો અને ચેતનવંતો અનુભવે છે; મસ્તિષ્ક શાંત બને છે. શ્વાસોચ્છ્વાસની કાર્ય કરવાની અસમતાને કારણે શરીર અને મસ્તિષ્કનાં રોગો ઉદ્ભવે છે, જે એક વખત કુંડલિની જાગૃત થયા બાદ ધીરે ધીરે દૂર થાય છે.

કુંડલિની શક્તિના અભ્યાસના ઉચ્ચતમ સ્તર ઉપર આ વિષય અંગેના લાભો વધુ તીવ્ર અને વિષય કર્તા બને છે. આવા એક ઉચ્ચ સ્તર ઉપર અભ્યાસુ શાંતિ અને મસ્તિષ્ક ઉપર કાબૂ પ્રાપ્ત કરે છે, વધુ સર્જનાત્મક બની શકે છે અને પ્રકૃતિની તલસ્પર્શી સમજણ કેળવીને આંતરિક આનંદ અનુભવી શકે છે. અભ્યાસુ એક મજબૂત અને સંપૂર્ણ વ્યક્તિ બને છે કે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમાન રીતે કાર્ય કરવા સક્ષમ બને છે અને તે સભાનપણે બ્રહ્માંડમાંથી પ્રાણવાયુ ગ્રહણ કરી અને તેના શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી શકે છે. આ રીતે, અભ્યાસુ પોતાની જાત વિશેની સંપૂર્ણ વાસ્તવિકતા અને સચ્ચાઈથી માહિતગાર થાય છે.

આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રો

અનુક્રમણિકા
નામ
સંપર્ક નંબર
ધ્યાન
સમય
૧. શ્રી દિપક કે. પાઠક
(પરમ પૂજ્ય બાપુજી) ફલેટ નં-૯, ૩જો માળ,
ભાવેશ્વર વિહાર,
૩એલ૩, એસ.વી.પી. રોડ,
મુંબઈ – ૪૦૦૦૦૪
૦૨૨-૨૩૮૨૮૩૭૦
મહિનાના પ્રથમ રવિવારે
સાંજના ૬.૦૦ થી ૭.૧૫
૨. ધ્યાનીધામ
નિકોરા (ભરૂચ)
૦૨૬૪૨-૨૭૨૦૯૯ / ૨૭૨૧૯૯
દરરોજ
સવારના અને
સાંજના ૬ વાગે
૩. શ્રી નટુભાઈ ન. પટેલ
મધુસુદન નિવાસ,
મુકામ વેરસુ -૩૯૫૦૦૭,
જિલ્લો: સુરત,
ગુજરાત
૦૨૬૧-૨૨૧૦૬૬૬
મહિનાના દરેક ગુરુવારે
સાંજે ૬.૩૦ વાગે
૪. શ્રી ગોવિંદભાઈ સોની
૧૧૮-એ, શ્રીનાથ પાર્ક સોસાયટી,
જોગેશ્વરીપાર્કની સામે,
સીટીએમ ચાર રસ્તા,
નરોડા-નારોલ હાઇવે,
અમરાઈવાડી,
અમદાવાદ-૩૮૦૦૨૬
૦૭૯- ૨૮૫૮૩૨૧૧
મહિનાના પ્રથમ રવિવારે
સાંજે ૪.૦૦ થી ૭.૦૦
૫. શ્રી નલિનભાઈ શુક્લા
'ગોકુલ', ૪૬૧/૨,
સેક્ટર ૮બી,
ગાંધીનગર
ગુજરાત
---
મહિનાના દરેક શનિવારે
સાંજના ૫.૩૦ વાગે
૬. શ્રી કિરીટભાઈ પટેલ
'પ્રભુકૃપા', સી-૨,
મોતીનગર સોસાયટી, જીઇબીની સામે,
તાલુકો : કલોલ, જિલ્લો : મહેસાણા,
ઉત્તર ગુજરાત - ૩૮૨૭૨૧
૦૨૭૬૪-૨૨૩૮૫૨
મહિનાના પ્રથમ ગુરુવારે
સાંજના ૬.૩૦ થી ૮.૩૦
૭. શ્રીમતી પ્રભાબેન એસ. રાજદેવ
૩, સૂર્યરાજ એપાર્ટમેન્ટ, ૧૪,
રામકૃષ્ણનગર,
નાગર બોર્ડિંગની સામે,
રાજકોટ
૨૪૪૪૦૧૨
મહિનાના દરેક ગુરુવારે
સાંજના ૭.૦૦ થી ૮.૦૦
૮. શ્રી અશોકભાઈ ભટ્ટ
ઓમ બ્રહ્મકુમુદની પાસે,
જૂનાગઢ,
ગુજરાત
---
મહિનાના દરેક ગુરુવારે
સાંજના ૯.૦૦ થી ૧૦.૦૦
૯. શ્રી ભરતસિંઘ સોલંકી
મુકામ – ગોગદરા,
જિલ્લો : સુરત
૦૨૬૧-૨૩૪૭૩૦૮
મહિનાના દરેક ગુરુવારે
સાંજના ૬.૩૦ થી ૭.૩૦
૧૦. શ્રીમતી સુશીલાબેન પારેખ
સી/૧૦૩, સોના કોમ્પલેક્સ,
રાજનગર સોસાયટી, અતુલ રોડ,
અબ્રમા, વલસાડ
૦૯૬૩૨-૨૨૬૭૦૫
મહિનાના દરેક ગુરુવારે
સાંજના ૫.૩૦ થી ૭.૩૦
૧૧. શ્રી. જોયતારામ જી. પટેલ
૩૪, પરમાનંદ સોસાયટી,
ઉધના મગદલ્લા રોડ,
ચોક્સી ડાઇંગની પાસે,
સુરત
૦૨૬૧-૨૩૨૯૭૬૭
મહિનાના દરેક ગુરુવારે
સાંજના ૫.૩૦ થી ૭.૩૦
૧૨. ડૉ. મુકેશ સી. ઉપાધ્યાય
બી-૧૫૬, શક્તિ ટેનામેન્ટ,
મ્યુનિસિપલ સ્કૂલ પાસે,
ઈસનપુર, અમદાવાદ – ૩૮૦૦૪૩
૦૭૯-૨૫૭૩૩૬૯૭
મહિનાના દર ત્રીજા રવિવારે
સાંજના ૫.૦૦ થી ૭.૦૦
૧૩. શ્રી હરિભાઈ કે ગજ્જર
હરિ ઓમ ધ્યાનયોગ સેવા કેન્દ્ર
મુકામ સાંથલ
જિલ્લો : મહેસાણા
ઉત્તર ગુજરાત
૨૬૫૨૯૨
મહિનાના દરેક ગુરુવારે
સાંજના ૮.૩૦ થી ૧૦.૩૦
૧૪. શ્રી અશેષકુમાર એમ. ગજ્જર
૧૧, નિધિ એપાર્ટમેન્ટ, જજ બંગલોની સામે, બાલકેડો, વસ્ત્રાપુર,
અમદાવાદ
૦૭૯- ૨૬૮૭૨૩૮૪
મહિનાના દર બીજા રવિવારે
સાંજના ૬.૦૦ થી ૭.૦૦