આધ્યાત્મિક સીડી / ડીવીડી
પ.પૂ. શ્રી આનંદીમાના હૃદયમાંથી આવતો અવાજ અને આધ્યાત્મિક સંગીત યોગીઓ જણાવે છે કે આધ્યાત્મિક સંગીત એ દૈવી શક્તિ સાથેના મિલાપ માટેનો સૌથી ટૂંકો રસ્તો છે. ભજનોના રાગ, ભજન અને મંત્રના પોતાના સંગ્રહ દ્વારા પ.પૂ. શ્રી આનંદીમા આપણને તેમના આ અનુભવો આપવા માંગે છે. ભજનોના રાગ એ દૈવી શક્તિ મેળવવા માટે ફક્ત ભગવાનના નામનું રટણ કરે છે. ઉત્કટ ઇચ્છાથી ભગવાન અને પ્રેમને મેળવવા માટેના કાવ્યમય ગીતો એટલે ભજનો. શારીરિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ મેળવવા માટે મોટેથી બોલાતા પ્રાચીન સંસ્કૃતમાં વર્ણવેલા આધ્યાત્મિક શક્તિને શબ્દો એટલે મંત્રો. પ.પૂ. શ્રી આનંદીમાના હૃદયમાંથી સીધા આ નીકળેલા છે.