પ્રાદેશિક ગામના રહેવાસીઓ કે જેમને તબીબી સારવાર, દવાઓ, રોગના દર્દમાંથી મુક્તિ વગેરેની જરૂર હોય તેમના માટે દર અઠવાડિયે એક મફત તબીબી કેન્દ્ર શનિ-રવિમાં યોજવામાં આવે છે.
શૈક્ષણિક સહાય
પ.પૂ. શ્રી ધ્યાનયોગીજીની ઇચ્છા મુજબ અમે દરેક બાળકને શિક્ષણ મેળવવા માટેની સમાન તકો પ્રાપ્ત થાય તે જોવા માટે વચનબદ્ધ છીએ. આ માટે અમે સ્થાનિક બાળકોને શાળાએ જવા માટે નોટબુક અને સારી ગુણવત્તાવાળા બૂટની વ્યવસ્થા કરીએ છીએ જેથી તેઓ તેમની શાળા તરફ જતાં કાંટાવાળા અને ગરમ રસ્તા પર સરળતાથી ચાલી શકે. અમે એવા બાળકો જેઓ ભણવા માંગે છે પણ કોઈ કારણોસર કોલેજ સ્તર સુધી શિક્ષણ કરી શકે તેમ નથી તેમના માટે સ્કોલરશીપ ફંડ પણ ઊભું કરીએ છીએ.
નર્મદાનદીની ૮૦૦ માઇલની પરિક્રમા કરનાર ભૂખ્યા જાત્રાળુઓ માટે ભોજનની વ્યવસ્થા કરવાનું કાર્ય ધ્યાનીધામ આશ્રમમાં થાય છે. પાછલા કર્મોને બાળવા માટેનું આ સૌથી મહત્ત્વનું અને વિદ્યમાન યાત્રાધામ છે. આવા કઠોર તપસ્વીઓને ભોજન કરાવવું એ સૌથી મોટું દાન છે. જાત્રાળુઓની ભૂખ તેમને આપવામાં આવતા અન્નથી સંતોષાઈ જાય છે, ભગવાન દાતા ઉપર આધ્યાત્મિક આશીર્વાદ વરસાવે છે. તમારી અંતરંગ ભક્તિ દ્વારા તૈયાર કરવામાં આવતા અન્નના દરેક કોળિયો કે જે જાત્રાળુઓને પીરસવામાં આવે છે તેના દ્વારા તમે પણ આ જાત્રાળુઓ સાથે પવિત્ર નદીની પરિક્રમા કરવાનો લાભ મળે છે.
આશ્રમની ગાયોની સંભાળયોગીક પદ્ધતિ પ્રમાણે. ગાય ઘાસ ખાય છે અને દૂધ આપે છે. તેના દૂધમાંથી આપણે શુદ્ધ ઘી બનાવીએ છીએ. આ ઘીનો ઉપયોગ આપણે આધ્યાત્મિક અભ્યાસ વખતે કરવાના દીવા કે બત્તીને પ્રગટાવવા કરીએ છીએ. ઘાસચારા માટે ગાયો દ્વારા અપાતા ખાતરની મદદથી આ ઘટનાચક્ર પૂર્ણ થાય છે. ગાયો પાસેથી મળતા દૂધ અને તાત્ત્વિક સકારાત્મક શક્તિ માટે થઈને આપણે આશ્રમમાં ગાયો રાખીએ છીએ.
આપણા પૂર્વજોના નામે દાનઆપણા સ્વર્ગસ્થ પૂર્વજોના નામે જરૂરિયાતવાળા લોકોને અન્ન અને કપડાં પૂરા પાડવાથી આપણા પૂર્વજોની આધ્યાત્મિક શક્તિના વિકાસમાં અને વિકાસ અટકાવતા કર્મ બંધનો કાપવામાં મદદ મળે છે. નજીકના ભવિષ્યમાં વર્ષમાં એક વખત ધ્યાનીધામમાં ભાદરવા નામના હિંદુ માસના અંતિમ દિવસે પૂર્વજોના લાભ માટે શ્રાદ્ધનો કાર્યક્રમ રાખવાની યોજના છે. તમે તમારા પૂર્વજના નામ સાથે તે માટે દાન આપી શકો છો.
દાન:
દાન એ આધ્યાત્મિક અભ્યાસનો એક ભાગ છે. એ આપણો જ ધર્મ અને ફરજ છે કે જેમને અન્ન, કપડાં, તબીબી સુવિધાઓ અને આશ્રયની જરૂર હોય તેમને તે જરૂરિયાતો પૂરી પાડવી. આ ફરજ અદા કરવાથી જે આપણી ભેટ મેળવે છે ફક્ત તેનો જ હેતુ પૂર્ણ નથી થતો પણ તે આપણને મદદકર્તા પણ રહે છે. અને દાન જે અન્ય આત્માની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માટે મદદકર્તા બને છે તે બધાના માટે ખૂબજ લાભદાયી છે.
દાન અંગેની વધુ જાણકારી અહીંથી મેળવો