બ્રહ્માંડ અને પિંડ મંદિરમાં કોઈ ખાસ તફાવત નથી. જે શક્તિએ પિંડનું સર્જન કર્યું છે એ જ શક્તિએ વિશ્વનું સર્જન કર્યું છે. દરેક માનવશરીરના કુંડલિનીના ગર્ભમાં મહા કુંડલિનીનું સર્જન થાય છે. મસ્તિષ્ક અને કરોડરજ્જુના નિર્માણ બાદ ચક્ર, પ્રાણ, નાડી વગેરેનું ક્રમશ: સર્જન થાય છે.
ભારતીય આધ્યાત્મિકતાની અદ્વિતીય અને દર્શનીય સત્યતા એ છે કે તે કોઈપણ વાતાવરણમાં દરેક પ્રકારના માનસિક સ્તરવાળી વ્યક્તિને સ્વયંની શોધ માટેનું અનુરૂપ વાતાવરણ પૂરું પાડે છે. ભક્તિ, જ્ઞાન અને યોગના વિશાળ પટમાં બધા રસ્તાઓ સ્થાપિત થાય છે. જેઓ ગાણિતીક સંજ્ઞા અને નિશાનીઓ દ્વારા આ શક્તિની શોધ માટે હિચકિચાટ અનુભવે છે તેમના માટે ઋષિઓ દ્વારા યંત્રનું વિજ્ઞાન વિકસાવવામાં આવ્યું છે. બધા યંત્રોમાં શ્રી યંત્ર શા માટે સ્વીકૃત અને બધામાં ચડિયાતું છે.? ધર્મગ્રંથોમાં જણાવે છે કે માનવીમાં પરમેશ્વરનું સર્જન એ અંતિમ છે. તેને તેની પોતાની છબી મુજબ માનવનું સર્જન કર્યું છે. દરેક વ્યક્તિ એ હાલતુંચાલતું વિશ્વ છે. માનવશરીરમાં બધા તત્ત્વો મોજૂદ હોય છે. સહસ્ત્રાર પછીના ૬ ચક્રો – આજ્ઞા, વિશુદ્ધ, અનહત, મણિપુર, સ્વધિષ્ઠાન અને મૂલાધાર અનુક્રમે મન, આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી સાથે સંકળાયેલા છે. આ બંધારણ બાદ કરોડરજ્જૂના નીચલા સ્તરે કુંડલિની સુષુપ્ત બને છે. આ ભૌતિક બ્રહ્માંડની બહારના નિર્માણનું એક ચક્ર છે. માનવ શરીર એ મહા શ્રી યંત્ર છે. શ્રી યંત્રની જેમ માનવી પણ દેવી કે દેવતા જેવું ભૌતિક અને નાજુક બંધારણ ધરાવે છે. શ્રી યંત્ર એ દિવ્ય માતાનું નાજુક બંધારણ છે. બાહ્ય શ્રી યંત્રની પૂજા એ માત્ર આંતરિક શ્રી ચક્રને જાગૃત કરવાના સાધન તરીકે વપરાય છે જે શિવ અને સહસ્ત્રાર સાથે કુંડલિનીને જોડે છે. આ જીવ અને શિવનું જોડાણ છે. શ્રી યંત્રના ચક્રો સાત ચક્ર સાથે નીચે દર્શાવ્યા પ્રમાણે મળતા આવે છે.
શ્રી ચક્ર
|
સાત ચક્ર
|
બિંદુ | આજ્ઞા |
ત્રિકોણ | લમ્બિકા |
અષ્ટકોણ- ૮ ત્રિકોણ | વિશુદ્ધ |
પ્રથમ દશકોણ- ૧૦ ત્રિકોણ | અનાહત |
દ્વિતીય દશકોણ | મણિપુર |
૧૪ ત્રિકોણો | સ્વધિષ્ઠાન |
૮ પટલ | મૂલાધાર |
૧૬ પટલ | વિશુવા |
ભુપુર | અકુલ |
શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે વ્યક્તિ બાહ્ય રીતે શ્રી યંત્રની પૂજા કરી શકે છે અને તે જ વખતે જીવ અને શરીરની બાહ્ય જોડાણના વ્યક્તિના પ્રયત્નથી તે આધ્યાત્મિક કેન્દ્રની વધુ નજીક જઈ શકે છે. The external Tripura Sundari will then act through her subtle form as kundalini through the person of Laya-dissolution of all the elements leading to the final unian. આ ઘણાં વર્ષોની લાંબી પ્રકિયા છે. પાછળના સહસ્ર પર આધારિત વ્યક્તિના ગુરુ પ્રત્યેના પ્રેમથી શક્તિપાત દ્વારા તે વ્યક્તિના જીવનમાં પ્રવેશ કરે છે અને કુંડલિની શક્તિ જાગૃત કરે છે અને તે જાગૃત થતાં જ ઘણાં વર્ષો અને જીવનના ઘણા પ્રયત્નો અસાધારણ રીતે ઘટી જાય છે કુંડલિની શક્તિ જાગૃત થયા બાદ આ શક્તિ ચક્રોને વીંધીને શિવ અને સહસ્ર સાથે જોડાય છે અને આરીતે આત્માની મોક્ષ –મુક્તિ સુધીની યાત્રા પૂર્ણ થાય છે. બધા પ્રયત્નો અને શરણાગતિ દ્વારા મુખ્ય કુંડલિની વ્યક્તિને તેના અંતિમ ચરણ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ રીતે શ્રી યંત્ર અને માનવ શરીરના સાત ચક્રો એકબીજા સાથે જોડાયેલા અને એકબીજા પર આધારિત અને સંકળાયેલા છે. તેઓ મુખ્ય શક્તિ કરતાં અલગ દિશામાં વર્તતા નથી. જે રીતે આત્મા એ દરેક શરીરનો એક ભાગ છે તેવી રીતે શ્રી યંત્ર એ આદિશક્તિનો એક ભાગ છે – ત્રિપુરા કુંડલિની.